Home> Entertainment
Advertisement
Prev
Next

શું પ્રેગનન્ટ છે નેહા કક્કર? બેબી બંપ ફ્લોન્ટ કરતા પતિ સાથે શેર કર્યો ફોટો, જાણો શું છે હકીકત

નેહા કક્કરે સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગનન્સીની જાહેરાત કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પતિ રોહનપ્રીત સિંહ સાથે એક અત્યંત ક્યૂટ અને રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.  

શું પ્રેગનન્ટ છે નેહા કક્કર? બેબી બંપ ફ્લોન્ટ કરતા પતિ સાથે શેર કર્યો ફોટો, જાણો શું છે હકીકત

ઝી બ્યૂરો, અમદાવાદઃ લગ્નના દોઢ મહિના પછી નેહા કક્કરની આવી પોસ્ટ સામે આવી છે. જેણે બધાને હેરાન કરી દીધા છે. નેહા કક્કરની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ આ સમયે નેહાએ એક ફોટો પોસ્ટ કરી છે. જેને જોઈને લાગે છે કે તે પ્રેગનન્ટ છે. જોકે તે અંગે સિંગર નેહા કક્કરે ખુલીને કંઈપણ કહ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર પોતાની આ ખુશીની જાહેરાત કરી છે. નેહા કક્કરે ઈન્સ્ટાગ્રામ પર પતિ રોહનપ્રીતની સાથે એક અત્યંત ક્યૂટ અને રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાનું બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં નેહા બ્લૂ ડેનિમ ડંગરીમાં જોવા મળી રહી છે. નેહાએ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે -'#KhyalRakhyaKar.' 

fallbacks

પ્રિયંકાએ ફોટો પોસ્ટ કરી ફેન્સને પૂછ્યો પ્રશ્ન, તમને જવાબ ખબર છે?

જોકે નેહા કક્કરની પ્રેગનન્સીની જાહેરાત પર ફેન્સ વિશ્વાસ કરી રહ્યા નથી. અનેક યૂઝર્સ કોમેન્ટ દ્વારા નેહાની પ્રેગનન્સી પર આશ્વર્ય વ્યક્ત કરી રહ્યા છે. જેનું કારણ છે બંનેના હાલમાં લગ્ન. રોહનપ્રીત સાથે નેહા કક્કરે બે મહિના પહેલા લગ્ન કર્યા છે. એવામાં ફેન્સ માટે જ નહીં પરંતુ બધા માટે આ સમાચાર થોડા આશ્વર્ય પમાડનારા છે. નેહા કક્કરે 24 ઓક્ટોબરે રોહનપ્રીત સાથે લગ્ન કર્યા હતા. નેહાએ રોહનપ્રીત સાથે પોતાના પ્રેમથી લઈને લગ્ન સુધીની જાહેરાત પણ સોશિયલ મીડિયા પર જ કરી હતી. રોહનપ્રીત સાથે પોતાના પ્રેમના જાહેરાતના થોડા જ દિવસોમાં બંને લગ્નના તાંતણે બંધાઈ ગયા.

Image preview

નેહા કક્કર અને રોહનપ્રીતના લગ્નના ફોટો અને વીડિયોઝે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. તેના પછી બંને હનીમૂન માટે દુબઈ ગયા હતા અને ત્યાંથી પણ બંનેએ પોતાના ફેન્સની સાથે અનેક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. રોહનપ્રીત અને નેહા કક્કરના લગ્નથી લઈને હનીમૂન સુધી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યા હતા. અને હવે સિંગરની પ્રેગનન્સી પણ ચર્ચા મેળવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More